આજ રોજ તારીખ ચરાડવા શ્રી ગીતાંજલી વિદ્યાલયમાં કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર રંગેચંગે ઉજવણી કરવામાં આવી.
શાળામાં અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ અંતર્ગત વિવિધ આપની સંસ્કૃતિ સોંભે તેવા પરંપરાગત વેશભૂષામાં ડ્રેસ પેહેરીને કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરી.આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં વિવિધ ડ્રેસ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિવિધ નંબર આપીને બાળકોને ઉત્સાહ વધારિયો હતો.બાળકોમાં કૃષ્ણ મહિમા વિશે જાણે…કૃષ્ણ જેવા સંસ્કારોનો આવે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન રાખ્યું હતું.જેમાં શાળાના બધા બાળકોએ ઉમંગભેર ભાગ લઈને કાર્યક્રમને વધુ આનંદિત બનાવ્યો.
આ કાર્યક્રમ ને શાળાના આચાર્ય દ્વારા અભિનંદન આપ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સ્ટાફ ગણ દ્વારા સુંદર આયોજન કર્યું હતું
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે, મૂલ્ય શિક્ષણ માટે જાણીતી છે, વિદ્યાર્થીઓમાં સંસ્કારનું ઘડતર થાય એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે અને વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીનીઓનું સન્માન પણ કરવામાં આવે છે જેથી એમનો ઉત્સાહ જળવાઈ રહે અને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે.
આવું જ પ્રેરણા...
મોરબી વાંકાનેર દરવાજા પાસે આવેલ પાણીના ટાંકા પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાંકાનેર દરવાજા પાસે આવેલ પાણીના ટાંકા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૬૯૬...
હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં કોઈ કારણસર કૂવામાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા કૌશીકભાઈ હિંમતભાઈ ડાભી (ઉ.વ.૨૦) નામનો યુવક પોતાની વાડીમાં આવેલ કુવામાં કોઈ કારણસર પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ...