Friday, November 1, 2024

મોરબીમાં ઠેર ઠેર બોળચોથ નિમિતે ગાય-વાછરડાનું પુજન કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોટી સંખ્યામાં મહિલાઓએ ગોમાતાઓ અને વાછરડાનું પૂજન પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી

મોરબી : શ્રાવણ વદ ચોથને આજે રવિવાર તા. 3 ના દિવસે બોળચોથ છે. બોળ ચોથને “બહુલા” ચોથ પણ કહેવાય છે. બોળચોથ એ ગાયની સેવા પુજા માટેનો ઉત્તમ દિવસ છે. ગૌસેવા એજ પ્રભુસેવા ગાયમાં ત્રેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. આમ ગાયની સેવા કરવાથી તમામ ભગવાનની પુજા થઈ જાય તેમ માનવામા આવે છે. ત્યારે બોળચોથ નિમિત્તે મોરબીમાં ઠેરઠેર ગાય-વાછરડાનું પુજન કરવામાં આવ્યું હતું.

ગૌસેવા કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ રહે છે અને ભાગ્યોદય થાય છે. બોળચોથના દિવસે ગાયને ઝુલ-ઘંટડી અને ફુલહારના શણગારથી ગાયોને ધાસ નાખવું ગાયની પુજા કરવી સાથે બીજા લોકોને પણ ગૌસેવા માટે પ્રેરણા આપવી આ દિવસે ગાય વાછરડાનું સાથે પુજન કરવું બોળ ચોથના દિવસે ખાડવું નહિ, દળવું નહિ, છરી ચપ્પુંનો રસોઈમાં ઉપયોગ ન કરવો. તે ઉપરાંત ઘઉનો પણ આ દિવસે રસોઈમાં ઉપયોગ ન કરવો.પહેલાના જમાનામાં એક પણ ઘર ગાય વગર ન હતું અને બળદ વગરનું ઘર ખેડુતનું ન હતું. જેની પાસે વધારે ગાયો હતી તે વધારે ધનવાન ગણાતા અને સવારમાં સૌપ્રથમ ગૌસેવા થતી હતી. પુરાણોમાં જોઈએ તો ઋતીમુનીઓ અને રાજાઓ પણ ગાયો રાખી તેનું પુજન અર્ચન કરતા. ભગવાન શ્રીકૃષ્ણે પણ ગૌસેવા કરેલી ગૌસેવા એજ પ્રભુસેવા ગણાય છે.

બોળચોથ વ્રત અંતર્ગત મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી સહિત સહેરના વિવિધ વિસ્તારો અને
સોસાયટીની બહેનોએ ગાય માતાનું પૂજન કર્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર