સાસંદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા કેશરીદેવસિંહ સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી ટ્રેનનું સ્વાગત કર્યું
વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેને વાંકાનેર જંકશને નવો સ્ટોપ મળતા આજરોજ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા તથા કેશરીદેવસિંહ ઝાલા સહિતના મહાનુભાવો દ્વારા ટ્રેનનું વાંકાનેર સ્ટેશન ખાતે સ્વાગત સાથે લીલી ઝંડી બતાવી ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનોના વાંકાનેર સ્ટોપેજનું શુભારંભ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે તમામ લોકોનું સ્વાગત કર્યા બાદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, વાંકાનેર વિસ્તારના લોકોની લાંબા સમયથી માંગ હતી કે, ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનને વાંકાનેર સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવે, જે આજે પૂર્ણ થઈ છે. હવેથી ટ્રેન નંબર ટ્રેન નંબર 19566 દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ સોમવારે સવારે 07.28 કલાકે વાંકાનેર સ્ટેશને આવશે અને સવારે 07.30 કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ દર શુક્રવારે વાંકાનેર સ્ટેશને 15.29 કલાકે આવશે અને 15.31 કલાકે ઉપડશે. જે સ્ટોપેજનો આજરોજ ભવ્ય શુભારંભ કરાયો હતો.
રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજરશ્રી અશ્વની કુમારે સાંસદ સભ્ય મોહનભાઈ તથા કેશરીદેવસિંહનો રેલવે સુવિધાઓ વધારવામાં સતત પ્રયત્નો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન વાણિજ્ય નિરીક્ષક ઉષિજ પંડ્યાએ કર્યું હતું. આ સમારોહમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, જીજ્ઞાસાબેન મેર, રેલવેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જો તમે મોરબી કે તેની આસપાસ વિલા કે ફાર્મ હાઉસ બનાવવા માગતા હોય અને બેસ્ટ લોકેશન શોધી રહ્યા હોય તો હવે તમારે લોકેશન શોધવાની જરૂર નથી કેમકે મોરબી જીલ્લાના અતી વિકસીત એવા ચાંચાપર ગામ પાસે અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ બાલાજી હોમ્સમા "વિલા" તથા "ફાર્મ હાઉસ" બનાવવાનું સુંદર પ્લોટીંગ આવી...
મોરબી શહેરમાં ભૂંભરની વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ, ઘરવેરો તેમજ અન્ય પ્રશ્નો બાબતે રહિશો દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી ઝડપથી તમાંમ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.
આવેદનપત્રમા રહિશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોરબી શહેરના ગીતા ઓઇલ...
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે બે ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન જુનુ ઘુંટુ રોડપર સિમ્પોલો કારખાના સામેથી બે ઇસમો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે પસાર થતા ઇસમોને રોકી મોટરસાયકલ ના...