ક્રાન્તિકારી વિદ્વાન સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિનું મહામૂલું રત્ન એટલે હરતી ફરતી શાળા, જીવતીબહેન પીપલીયા.
સંસ્કાર, શિક્ષણ, સાહિત્ય, સ્વાધ્યાય સંસ્કૃતિનાં સાધિકા જીવતીબહેન હાલ લખધીરગઢ પ્રા.શાળામાં બહેનનાં વહાલથી, માતાની મમતાથી બાળકોને લગનથી ભણાવે છે. બાળકો સાથે દિલથી-મનથી જોડાઈને એમના ઘડતરનું કામ કરે છે. તેઓ જાણે છે કે બાળકને શું ગમશે. તેઓ બાળકની આંખની ભાષા ઉકેલી શકે છે.
જીવતીબેન મોરબીના ટંકારા પાસે આવેલ નાનકડા લખધીરગઢ ગામમાં ધોરણ એક થી પાંચમા પ્રેમથી કામ કરી રહ્યાં છે. પોતે એમ.એ., એમ. ઍડ થયેલા હોવા છતાં વિદ્વત્તાનો ભાર ખંખેરી બાળ સહજ નિર્દોષતાથી કામ કરે છે.
તેમના હાથ નીચે પસાર થઈ, પાયાની સાક્ષરતા સિદ્ધ કરેલ 2014 થી આજ સુધી 9 વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયમાં ભણે છે. 1 વિદ્યાર્થી બાલાચડી સૈનિક સ્કૂલમાં સિલેક્ટ થયેલ છે. NMMS, સ્કોલરશીપ પરીક્ષા, જ્ઞાન સાધના કસોટી, કલા મહાકુંભ કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમની શાળા કાયમ અવ્વલ આવે છે.
‘પરીબાઈની પાંખે’ અને ‘હાથી દાદાની જય હો!’ બન્ને પુસ્તકને સાહિત્ય અકાદમી દ્વારા આર્થિક સહાય મળેલ છે. પ્રવીણ પ્રકાશન રાજકોટ દ્વારા પ્રકાશિત થયેલ છે.
કોરોના મહામારીના સમયમાં લોકડાઉન વધતું ચાલ્યું ત્યારે જીવતીબહેને આફતને અવસરમાં બદલવાનો મોકો ઝડપી લીધો. આ સમયગાળામાં તેઓએ પ્રથમ કોરોના કવિતા ‘જગદીશને વિશ’ લખી. આ કવિતા નમસ્કાર ગુજરાતમાં પ્રકાશિત થઈ. આ કવિતામાં જલ્દીથી કોરોના જાય, શાળા ફરીથી બાળ કલશોરથી ગુંજતી થાય આવો ભાવ રહેલો હતો. બાળહિતની ભાવના ઉરમાં પ્રગટતા જ શબ્દોની સરવાણી વહેવા લાગી. જેના ફલ સ્વરૂપે ઉપર્યુક્ત ત્રણેય પુસ્તકો બાળ સાહિત્યને મળ્યાં.
વિવિધ શૈક્ષણિક પદ્ધતિઓ, તાલીમો, પ્રવિધિઓનું ઊંડું જ્ઞાન ધરાવતાં’ શ્રી’ એ શબ્દને અજવાળ્યો છે. શ્રેષ્ઠ ગદ્ય પદ્ય પર તેમની દક્ષતા છે. તેઓ શબ્દ વાવેતર નામનું એક ગૃપ પણ ચલાવે છે. આ ગૃપ દ્વારા ગુજરાતી ભાષા અને સાહિત્યની સેવા કરી રહ્યાં છે. આ ઉપરાંત ઘણાં સાહિત્ય ગૃપમાં જોડાઈ સાહિત્ય સાધના કરી રહ્યાં છે. પ્રેમાળ પ્રકૃતિ એમની અખૂટ ભાવમૂડી છે. સ્મિતસભર વદન, વહાલભરી વાતચીત અને શિક્ષણમાં તેમની તન્મયતા પ્રેરક, પથદર્શક છે. એમની બાળ સાહિત્ય સાધનાને અંત: કરણનાં વંદન.
વિદ્યાર્થીઓના guide, friend and philosopher તરીકેની જેમની ભૂમિકા પ્રશંસનીય છે એવા જીવતી બહેનની વાણીની મીઠાશ પણ અનન્ય છે. હકારાત્મક વિચારસરણીના ધારક જીવતી બહેનનું હૃદય પ્રેમથી છલોછલ ભરેલું છે.
જેમને શ્રેષ્ઠ બી.એલ.ઓ.નો એવોર્ડ મળ્યો છે એવા જીવતી બહેનને ગામનાં દરેક સભ્યોના નામ મોઢે છે. તેમજ ઘરની દિશા અને દશાથી પણ વાકેફ છે. 2012 સુધી ખોબા જેવડું મેદાન, જર્જરિત રૂમો, ભૌતિક સુવિધા જીરો; આવી મૃતઃપ્રાય શાળાને નંદનવન બનાવવા, જમીન સંપાદનથી માંડી અદ્યતન શાળા બને તે માટે તેઓએ અથાગ પ્રયાસ કર્યાં છે.
જીવતી બહેન એમ.એ., એમ. ઍડ્. હોવા છતાં પ્રજ્ઞા વર્ગ તેઓ જ સંભાળે એવા એસ.એમ.સી.ના આગ્રહથી સમજાય છે કે તેઓ ખરા અર્થમાં માસ્તર છે.
“શાળા એક મંદિર અને વિદ્યાર્થી તેના દેવ” એવું માનનાર તેઓના સ્ટાફમા બધાં જ બહેનો હોવા છતાં તેમની શાળા ખાનગી શાળાને ટક્કર મારે તેવી છે.
લોક વિજ્ઞાન કેન્દ્ર, સાહિત્ય સેતુ, કલા મહાકુંભ કે પછી અન્ય વિભાગોમાં યોજાતી સ્પર્ધાઓમાં તેઓ વકતૃત્વ હોય કે સાહિત્ય સર્જન હંમેશાં તેઓ અને તેમનાં વિદ્યાર્થીઓ અવ્વલ રહે છે.
તેઓ આર્ય સમાજ, ઉમિયા પરિવાર, ટંકારા મહિલા ઉમિયા સમિતિ, સમૂહ લગ્ન સમિતિ, લખધીરગઢ વિલેજર સમિતિ સાથે જોડાઈને સામાજિક ઉત્કર્ષના કાર્યો કરી રહ્યાં છે. સામાજિક ઉત્થાન માટેની કળશ યોજનામાં તેઓ ખૂબ સરસ કામ કરી રહ્યા છે.
હાલ જ તેઓશ્રીએ યોગ બોર્ડ ગુજરાત દ્વારા લેવામાં આવેલી, ટ્રેનર પ્રેક્ટીકલ અને લેખિત પરીક્ષા પાસ કરી. 1 સપ્ટેમ્બર 2023થી જ “કરો યોગ રહો નિરોગ” સૂત્ર અંતર્ગત 25 જેટલી બહેનોને જોડી યોગ શીખવી રહ્યાં છે.
તેમની આવી ઉત્કૃષ્ટ કામગીરીના પ્રેરક પરિબળો તેમના માતુશ્રી, સ્વ. દાદીજી, સ્વ પિતા, સ્વ. ભાઈ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના ભત્રીજી દુર્ગાબેન મહેતા રહેલા છે. જીવતીબહેનને સી.આર.સી કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ, જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ બી.એલ.ઓ. એવોર્ડ 5 સપ્ટેમ્બર 2023ના રોજ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળનાર છે.
નારી ગરિમા એવોર્ડ, માતૃશક્તિ સન્માન, સાહિત્ય પરિષદ અને કણબીની કલમે દ્વારા સન્માનપત્ર, શાળાનાં પ્રતિભાશાળી શિક્ષક સન્માન, સ્ટોરી મિરર તરફથી ઓથર ઓફ ધ યર એવોર્ડ તેમજ સમગ્ર ગામ તરફથી શાલ અને શિલ્ડ મળેલા છે.
જીવતીબહેનનું વતન અમરેલી જિલ્લાનું, બગસરા તાલુકાનું, નાનકડું ગામ પીઠડીયા. ચાર ભાઈની એકની એક લાડકી બેન ને મા બાપની આંખની તારલી.
તેમનું સાસરું સ્વામી દયાનંદની જન્મભૂમિ ટંકારા. કહેવાય છે ને જે ભૂમિમાં અવતારી પુરુષ આળોટ્યાં હોય તે ભૂમિ પુણ્ય ભૂમિ ગણાય. એવી ભૂમિમાં, મિલેનિયમ યર, 10 ફેબ્રુઆરીના રોજ તેમના પગલાં પડ્યાં. પ્રેમાળ પરિવારને સમર્પિત જીવતીબહેનને પરિવારે પણ ખૂબ જ પ્રેમ અને હૂંફ આપ્યાં છે. તેમની આ ઊંચી ઉડાનમાં તેમના જીવનસાથી રાજકોટિયા ભરતભાઈનુ ઘણું મોટું યોગદાન રહેલું છે.
જીવનના પાંચ દાયકા પૂર્ણ કરેલ જીવતીબહેન એક પ્રેમાળ પુત્ર-પુત્રીના આદર્શ માતા છે. ભરતભાઈ રાજકોટિયા તેમના જીવનસાથી અને સારા મિત્ર છે. તેમનું સહજીવન અને કૌટુંબિક જીવન ખૂબ જ સરસ ચાલી રહ્યું છે.
જીવતીબહેન માને છે કે આ બધું ઈશના આશિષ થકી મળ્યું છે. બધું જ ગમતું મળ્યું હોય ત્યારે ઈશ્વરને થેન્ક્યુ કહેવું જ જોઈએ. આ ભાવનાને સાર્થક કરવા આર્થિક પછાત વર્ગના બાળકોને શિક્ષણમાં સહાયક બને છે. આવા બાળકોને પ્રેમ અને હૂંફથી શાળામાં આવકારી, તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અનેકવિધ પ્રયાસ કરી રહ્યાં છે.
એમની સૌથી મોટી બાબત એ છે કે, તેઓ હંમેશા હકારાત્મક વિચારો ધરાવે છે. નકારાત્મકતા તેમનાથી ઘણી દૂર રહે છે. ઈશ્વરના આશિષથી વાણીની મીઠાશ મોટી દેણગી છે.
લખધીરગઢ પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય ઉપરાંત સમાજોપયોગી કાર્ય પણ કરે છે. વાર્ધક્યના ઉંબરે પહોંચેલ બહેનોની સમસ્યા રસપૂર્વક દૂર કરે છે. તેમની સાથે અવકાશના સમયે પ્રવાસ-પર્યટન યોજીને રાજીપાની રમત રમે છે. આ ઉપરાંત સમાજમાંથી હતાશા, નિરાશા, વહેમને દૂર કરવા કાર્ય કરતી સંસ્થા આર્ય સમાજ સાથે જોડાયેલ છે. પ્રતિદિન તેમના આંગણે યજ્ઞ થાય છે. વાતાવરણને શુદ્ધ રાખવા યજ્ઞ તરફ પાછા વળવાના સમયે લોકોમાં યજ્ઞ પ્રત્યે જાગૃતતા વધે તે માટે કોઈના જન્મદિને, ગૃહ પ્રવેશ, લગ્નની વર્ષગાંઠ વખતે અને શાળામાં પણ અવારનવાર યજ્ઞ પણ કરાવે છે. શાળાનાં બાળકોના ઘરેથી આમંત્રણ આવે તો જન્મદિને, લગ્નની વર્ષગાંઠે યજ્ઞ કરવા જાય છે. શાળાનો દરેક બાળક શ્લોક બોલીને ઊઠે, જમે ને સુવે તે માટેના તેમનો પ્રયત્ન સરાહનીય છે.
મોરબી,ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision - SIR)નું સમય પત્રક જાહેર કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીની ઉપસ્થિતિમાં વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. SIRના વિવિધ તબક્કાઓ અનુસાર તા.04/11/2025થી 04/12/2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને...
દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે હળવદ બાયપાસ ત્રણ રસ્તા નજીકથી વિદેશી દારૂની 456 બોટલો સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-456 કિં રૂ....