મોરબી સામખિયાળી નેશનલ હાઇવે પર માળિયા મીયાણા તાલુકાના હરીપર ગામની હદમાં દેવ સોલ્ટ પાસે જાણે અકસ્માતમાં ગોળાઈ વહેલી સવારે બે ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત બન્યો હતો જેમાં બે લોકોના કમકમાતી ભર્યા મોત નીપજ્યા હતા.
બનાવની જાણ થતા માળિયા 108ની ટીમ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ગુન્હો નોધવા તપાસ હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ મોરબી-સામખિયાળી નેશનલ હાઈવે પર આવેલા માળિયા મિયાણાના હરીપર ગામ ની હદમાં દેવ સોલ્ટ પાસે વહેલી સવારે આર જે 9 જીડી ૬૪૬૩ નંબરના ટ્રકે પાછળથી જીજે ૩ બીવી ૯૯૯૮ નંબરની ટ્રકને ઠોકર મારતા ટ્રક ડીવાઈડર સાથે અથડાયો હતો બન્ને ટ્રક વચ્ચેનો ગમખ્વાર અકસ્માત જીવલેણ સાબિત થયો હતો. અને મૂળ એમપીના ધાર જિલ્લાના નરવીરસિંહ ઉ.વ 24 અને એમપીના ધાર જિલ્લાના વતની દિલીપભાઈ નામના યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. એક ટ્રક બનાવની જાણ થતા મોરબી 108ની ટીમ તેમજ માળિયા મિયાણા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેના વિરુધ્દ ગુન્હો નોધિ તપાસ હાથ ધરી છે
મોરબી જિલ્લામાં શિક્ષણ સિવાયના અનેક કાર્યક્રમોથી શિક્ષકો ત્રાહિમામ
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની દશા ખુબજ કફોડી છે. શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ત્યારથી એક પછી એક અનેક કાર્યક્રમોની ભરમાર ચાલુ જ છે. શરૂઆતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલાય શિક્ષકો અને આર.ઓ.તરીકેની કામગીરીના કારણે બાળકો ભણતરથી દૂર રહ્યા ચૂંટણી બાદ...
મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં આવેલ જી.ઈ.બી.ના ટીસીમા શોક લાગતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં ટીંબાવાડી વિસ્તારમાં જગદીશભાઈ બેચરભાઈ કાવરની વાડીની સામે આવેલ જી.ઈ.બી.ના ટીસીમાં કોઈ કારણોસર ઈલેકટ્રીક શોક લાગતા ૩૦ વર્ષીય અજાણ્યા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી...