આજ રોજ ધોડાધ્રોઈ સિંચાઈ યોજના ઓવરફ્લો થતા મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, મોરબી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એ.એલ. સાવલિયા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, તેમજ અન્ય અધિકારીઓદ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન કલેકટરશ દ્વારા ધોડાધ્રોઈ સિંચાઈ યોજનાની સંગ્રહ થયેલ પાણીની અને સિંચાઈ લાભિત વિસ્તાર તેમજ પીવાના પાણીની સમીક્ષા કરી નદી કિનારાના નિચાણવાસના ગામોના સરપંચ તથા આગેવાનો સાથે ચર્ચા કરી તકેદારીના પગલા લેવા સુચન કર્યુ હતું.
મોરબી શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરી નટરાજ ફાટક પાસેથી વિદેશી દારૂની ૦૪ બોટલ જેની કિંમત રૂપિયા ૪૪૦૦ ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના...
મોરબીમા ખરાબ રોડ રસ્તા અને વાહનચાલકોની બેદરકારીના કારણે છાશવારે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે મોરબીના કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ સામે મહાશક્તિ પાનની દુકાન પાસે રોડ ઉપર આઇસરે હડફેટે લઈ યુવકને ઈજા પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ નવજીવન સ્કૂલની...