મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધી જ્યંતી નિમિતે તમામ શિક્ષકો માટે OPS લાગુ કરવા રેલી યોજાઈ
મોરબી: ગત વર્ષે સરકાર દ્વારા થયેલા સમાધાન સમયે સ્વીકારેલી માંગણીઓના બાકી પરિપત્રો તેમજ શિક્ષક સહિતના સર્વે સરકારી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની માંગણી માટે આગામી તારીખ બીજી ઓક્ટોબરથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પોતાના સાથી સંગઠનોને સાથે રાખીને સરકાર સામે પોતાની માંગણીઓ રજૂ કરીને આ માંગણીઓને પૂર્ણ કરવા માટે ફરીથી આંદોલનની શરૂઆત કરવામા આવી છે.
આંદોલનને સફળ બનાવવાના ભાગરૂપે તારીખ 2 ઓક્ટોબર 2023ના રોજ મોરબી જિલ્લામાં મહાત્મા ગાંધીજી તેમજ અન્ય સત્યાગ્રહીઓની વેશભૂષા ધારણ કરી,રામધૂન બોલાવી,માતૃભૂમિની પવિત્ર માટીનું તિલક કરી,દેશનેતાઓની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ઓપીએસ લાગુ કરવા માટેના સૂત્રોચ્ચાર કરવા,વક્તવ્યો આપવા જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમો કરી સરકાર સમક્ષ કર્મચારીઓની માંગણીઓ રજૂ કરી હતી મોરબી જિલ્લામાં આ કાર્યક્રમનું સુચારુ આયોજન થયું હતું કર્મચારીઓની વિવિધ માંગણીઓ જેવી કે 2005 પહેલાના કર્મચારીઓને સરકારે સ્વીકાર્યા મુજબ તાત્કાલિક પરિપત્ર કરી, જૂની પેન્શન યોજના લાગુ કરે, હાલમાં જે NPS માં છે તે તમામ કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનામાં સામેલ કરવા સરકાર નક્કર પગલાં લેવા માતૃશકિત માટે 1998 ની પ્રસૂતિ રજા સંદર્ભે નિરાકરણ આપે, 4200 ગ્રેડ પે, બદલી પામેલા મિત્રોને 100% છૂટા કરવા જેવા વિવિધ મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકવા માટે એક મજબૂત આંદોલનની રાહ કંડારવા વિશેષ આયોજન કરવામાં આવ્યું.
આ સમગ્ર કાર્યક્રમનું સુકાન જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા સંભાળવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાંત ટીમના સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી હિતેષભાઈ ગોપાણીએ શૈક્ષિક મહાસંઘની ગરિમાને ધ્યાનમાં રાખી, કર્મચારીઓ માટેની શિક્ષકો માટેની માંગણી મુકી હતી તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર-મોરબી વિભાગના મહિલા સહ સંગઠન મંત્રી ડૉ. લાભુબેન કારાવદરાએ આ સભામાં ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત બંધુ-ભગીનીઓને સંબોધન કર્યું હતું, ત્યારબાદ દશ જેટલા શિક્ષકો મહાત્મા ગાંધીજી તેમજ અન્ય સત્યાગ્રહીઓના પહેરવેશ સાથે સભા-રેલીમાં આગળ રહ્યા અને પાછળ બહોળી સંખ્યામાં શિક્ષકો અને કર્મચારીઓ દેશભક્તિના ગીતો ગાતા,OPS લાગુ કરવાના નારા સાથે નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના દેશનેતાઓની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી અને માતૃભૂમિની પવિત્ર માટીનું તિલક કરીને માંગણીઓ બુલંદ કરવામાં આવી હતી.
આ રેલીમાં મોરબી જિલ્લાના તમામ તાલુકાના અધ્યક્ષ, મંત્રીઓ જિલ્લા ટિમના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા અને આ આંદોલનને એક સફળ આંદોલન બનાવી શિક્ષક સહિત તમામ કર્મચારીઓના પ્રાણ પ્રશ્નને નિરાકરણ લાવવા કટિબદ્ધતા દાખવી હતી.અને સરકાર કર્મચારીઓને જૂની પેન્શન યોજના નહિ આપે તો તમામ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ધારાસભ્યો, સંસદસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ,પક્ષ પ્રમુખ વગેરેની આવેદન આપવાના કાર્યક્રમો થશે,વિવિધ સકારાત્મક કાર્યક્રમો સંગઠન દ્વારા આપવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા તથા યોજનાકીય લાભ પ્રદાન કરવા માટે મોરબીમાં વાઘપરા, શેરી નં. ૬, સતવારા સમાજની વાડી ખાતે એક દિવસીય યોજનાકીય કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા કાર્યરત...
મોરબી - રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે વિઝન પ્લાસ્ટિક કારખાનામાં ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા તેનો પાઈપ માથામાં લાગતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબી રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે આવેલ વિઝન કારખાને રૂમમાં રહેતા અને...
મોરબીના શનાળા રોડ પર દરીયાલલ સ્કેવરમા બીજા માળે આવેલ વેલનેસ સ્પાના સંચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં સ્પામાં કામ કરતા વર્કરોના બાયોડેટાની નોંધણી વગર સ્પા ચલાવતા સ્પાના સંચાલક સંચાલકની અટકાયત કરી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી...