મોરબી: મોરબી તાલુકાના લીલાપર ઘુંનડા રોડ પર આવેલ ફોરેસ્ટ વિભાગના જંગલમાં આગ લાગી હતી જેની જાણ ફાયર વિભાગની ટીમને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લીલાપર ઘુંનડા રોડ પર આવેલ ફોરેસ્ટ વિભાગનાં જંગલમાં ગત મોડીરાત્રે આગ લાગી હતી આ અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો એ ફાયર ફાઈટિંગ કરેલ સંપૂર્ણ ફાયર પર કંટ્રોલ કરેલ સાથે સાથે ફોરેસ્ટ વિભાગની ટીમ એ સારી કામગીરી અને ફાયર કંટ્રોલ રૂમમાં વહેલી તકે જાણ કરી હોવાથી આગને વધારે વધતાં અટકાવી હતી તેમજ ફાયર ટીમ અને ફોરેસ્ટ વિભાગની ટીમની સુઝબુઝને કારણે કોઈ જાનહાનિ થયેલ નહી આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે.
રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર ટંકારાના છતર ગામ પાસે ક્રેટા, કિયા, અને વર્ના કારમાંથી વિદેશી દારૂની ૩૪૦ બોટલ કિં રૂ.૯,૭૫,૬૦૨ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૨૨,૪૦, ૬૦૨ નાં મુદામાલ સાથે ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા...
માળીયા મીંયાણા શહેરમાં સરકારી હોસ્પિટલ પાસે યુવતીનો ભાઈ આરોપીની ભત્રીજીને બે અઢી વર્ષ પહેલાં ભગાડી લગ્ન કરી લિધેલ હોય જેનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવતી સહિત ત્રણ વ્યકિત પર લાકડાના ધોકા, પાઈપ તથા ધારીયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ...