યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રીમા આજે દશેરાએ મેગા ફીનાલે યોજાશે : આજે પણ મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી
મોરબી : મોરબીમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરરોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. નવરાત્રીના નવે નવ દિવસ રાસ ગરબાની રમઝટ બોલી હતી. આજે દશેરાના દિવસે નવ દિવસના વિજેતા ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઇનલ યોજાશે. આજે પણ મહિલાઓ માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. લોકોને પણ આજે દશેરાએ રાસ ગરબાનો લાભ લેવા લોકોને અપીલ કરવામાં આવી છે.
મોરબીના જાણીતા યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવી શકે તે માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો પરિવાર સાથે નવરાત્રી અને ગરબાનો આનંદ માણી રહ્યા છે. આજે દશેરાએ પણ સંકલ્પ નવરાત્રી મહોત્સવ ચાલુ રાખવામાં આવ્યો છે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આજે દશેરાએ મેગા ફીનાલે યોજવાનો હોવાથી રાસ ગરબા ચાલુ રહેશે. આજે પણ તમામ જ્ઞાતિની મહિલાઓ માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે અને આજે છેલ્લા દિવસે રાસ ગરબા રમવાનો પરિવાર સાથે લાભ લેવા લોકોને અપીલ કરી છે.
શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામ ધામ-મોરબી ખાતે એ.સી. હોલમાં તા.૧૪-૦૯-૨૦૨૫ થી ૨૦-૦૯-૨૦૨૫ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરૂજી-ભાવેશ્વરી માતાજી- રામધન આશ્રમ, મોરબી) ના વ્યાસાસને ૧૧ પોથી ભાગવત્ સપ્તાહ યોજાશે.
તેમજ પોથી અંગે...
મોરબીના વાવડી રોડ ઉપર મીરાપાર્ક માં બે કારમાંથી વિદેશી દારૂની 96 બોટલ કિં રૂ. ૧,૨૪,૮૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૧૦,૨૪,૮૦૦ નાં મુદામાલ સાથે ત્રણ ઇસમોને સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત રાહે બાતમી મળેલ...