મોરબી: મોરબીની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM CBSE ખાતે જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સર ની ઉપસ્થિતી માં સાયબર ક્રાઈમ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે હેતુસર સેમિનાર યોજવા માં આવ્યો હતો. જે અંતર્ગત સાયબર સલામતી અને સુરક્ષા, સાયબર ક્રાઈમ તેમજ તેને લગતા કાયદાઓ, હેકિંગ, સ્પામીંગ, એન્ડ્રોઈડ હેકિંગ, સોશિયલ મિડીયા ના ફાયદા-ગેરફાયદા તેમજ પ્રવર્તમાન સમયે લોકો કેવી રીતે સાયબર ક્રાઈમ તેમજ ફ્રોડ નો શિકાર બની રહ્યા છે, તેનાથી બચવા શું તકેદારી રાખવી વગેરે બાબતો વિશે વિદ્યાર્થીઓને તલસ્પર્શી માહિતી આપવા માં આવી હતી.
આ તકે મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી, એ ડિવિઝન પી.એસ.આઈ. એચ.એ.જાડેજા, સી ટીમ ના એસ.આઈ. પુષ્પાબેન સોનારા, સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા,અંકિતભાઈ માવાણી સહીતના ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિરમાં જોડાવા માટે આહવાન કરાયું
મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત,...