મોરબી: મોરબીના સામા કાંઠે મોરબી જીલ્લા સેવાસદનની બાજુમાં ભુવનેશ્વરી પાર્કમાં ઘરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગ લાગવાની ઘટના અંગે જાણ ફાયર વિભાગની ટીમને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે મોરબી જીલ્લા સેવાસદનની બાજુમાં ભુવનેશ્વરી પાર્કમાં ઘરમાં શોર્ટ સર્કિટ થતા લાકડાના ભગવાનના મંદિરમાં આગ લાગી હતી આ ઘટના અંગે મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસસના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
તેમજ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ તરફથી મોરબીના જનતા અને ખાસ નાનામોટી દુકાનદારોને અથવા બિલ્ડીંગ માલિકને આહવાન કરવામાં આવે છે કે આપણી સેફ્ટી અને આપણી પ્રોપર્ટીની સેફટી માટે ફાયરની સિસ્ટમ અથવા નાની દુકાન હોય ત્યાં ફાયર એક્સ્ટિગ્યુશર (ફાયર બોટલ) વસાવો અથવા ફાયર ટ્રેનિંગની જરૂર હોય તો સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, લીડિંગ ફાયરમેન જયેશ ડાકીનો ફાયર સ્ટેશન પર કોન્ટેક કરવો અને જો કાંઈ ઈમરજન્સી હોય તો ફાયર કંટ્રોલરૂમ 101 પર જાણ કરવા જણાવ્યું હતું.
