સાર્વજનીક કાલી પુજા કમીટી ગ્રુપ (શ્યામા કાલીપુજા કમીટી મેમ્બર્સ ગ્રુપ) દ્વારા મોરબીના દરબારગઢચોકમાં, કાલીપુજાનું ભવ્ય અને શાનદાર આયોજન કરવામાં આવશે.
મોરબી માં દરબારગઢ ચોકમાં, તા.૧૨/૧૧/૨૦૨૩ રવિવાર થી તા.૧૫/૧૧/૨૦૨૩ બુધવાર ચાર દિવસ સુધી શ્યામા કાલીપુજા કમીટી મેમર્બ્સ દ્રારા છેલ્લા ૨૬ વરસથી કાલીપુજા મહાઉત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેના મુખ્ય કમીટી મેમ્બર્સ નિર્મલભાઈ, લાલુદાસભાઈ, દિપકભાઈ, અશોકભાઈ, સદાનંદભાઈ, બાબુભાઈ, સોમનાથભાઈ, દિલુભાઈ, ભોલાભાઈ અને તમામ મેમ્બર્સ દ્વારા કાલીપુજા પંડાલનું જાજરમાન અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. માં કાલીની ભવ્ય મૂર્તિ મિનૌતિબેન દિપકભાઈ હાજરા દ્વારા અર્પણ કરવામાં આવેલ છે.
કાલીપુજા બંગાલમાં જ નહી પરંતુ સંપુર્ણ દેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે ચાર દિવસ ચાલતા આ ઉત્સવમાં સ્થાપના, માં કાલીપુજા અર્ચના,ચંડી પાઠ, પુષ્પાજંલી, મહા આરતી, ખીચડી મહા પ્રસાદ,મયાર ચંડીથ, અન્ન પ્રસાદ,ઢોલ, મહાઆરતી અને વિર્સજન જેવા અનેક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે. અને તા.૧૫/૧૧/૨૦૨૩ના દિવસે કાલીપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવશે.
બપોરે આરતીનો સમય : રોજ બપોરે ૧૨ થી ૧ વાગ્યા પછી રાત્રે મહા આરતીનો સમય: રોજ રાત્રે ૯ વાગ્યા પછી રાત્રે મહા આરતી પછી : ખીચડી પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. વિર્સજન યાત્રા : તા.૧૫/૧૧/૨૦૨૩ બુધવાર સાંજે ૫ વાગ્યા પછી
ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરમપરાનું સમન્વય કાલીપુજા માં થાય છે કાલીપુજા પંડાલમાં અનુષ્ઠાન, સ્થાપન, પુજન, અર્ચન, મહા આરતી અને સ્તુતિ કરવામાં આવે છે.માં કાલી સત્ય અને ન્યાય ના દેવી છે ન્યાય અને ભકતોની રક્ષા માટે માં કાલીએ રકતબીજ, ધૂમ્રલોચન, શુભ-નિશુભં, સહીત અનેક અસુરોનો સંહાર કરીયો છે અને ધર્મ અને સત્યની સ્થાપના કરી છે જેના અનુસંધાનમાં કાલીપુજાનું આયોજન કરવામાં આવ્યું છે.તો આ શુભ અવસરનો લાભ લેવા મોરબીની તમામ જાહેર જનતાને ભાવભર્યુ અને હદય પૂર્વક આમંત્રણ તમામ કમીટી મેમ્બર્સ અને આયોજક તરફથી પાઠવવામાં આવે છે.
કાલી પુજાને લગતી વધારે માહિતી માટે અને કોઈ પણ પ્રશ્ન માટે મોહિતભાઈ રાવલનો મોબાઈલ નં- ૭૯૯૦૨૧૫૦૯૯ પર સંપર્ક કરી શકો છો.
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા...