મોરબી: મોરબીમાં ગઈ કાલના દિવાળીના તહેવાર નિમિત્તે અનેક સ્થળોએ ફટકડા ફોડવાના કારણે આગ લાગ હતી. પરંતુ ફાયર વિભાગની ટીમ આગાઉથી સ્ટેન્ડ બાય રાખતા તમાંમ જગ્યાએ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો અને જાન થતા અટકાવી હતી.
મળતી માહિતી મુજબ મોરબી ફાયર વિભાગ દ્વારા મોરબી અને આસપાસના વિસ્તારમાં આગ જનનીના બનાવોમાં સરળતાથી પહોંચી શકાય તે માટે મહારાણા પ્રતાપ સર્કલ સામે કાંઠે નવા બસ સ્ટેન્ડ અને ફાયર સ્ટેશન ખાતે અલગ અલગ ત્રણ ટીમો કુલ સ્ટાફ 15 સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ હતા. જેથી ગઈકાલે દિવાળીના તહેવાર દરમિયાનથી અત્યાર સુધી સવારમાં મોરબી ફાયર કંટ્રોલરૂમમાં અલગ અલગ 21 ફાયર કોલ આવેલા છે. જેમાં કચરાના ઢગલામાં, જાડી – જાખરામાં, ખુલ્લી જગ્યામાં, નીણ કે ઘાસચારામા, મકાન કે દુકાનની છત ઉપર કે બાલ્કનીમાં, એવી વિવિધ જગ્યાએ આગ- જનનીના બનાવો બનેલા જેના પર પાણીનો મારો ચલાવી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી.
