મોરબીનું યંગ ઈન્ડિયા ગ્રૂપ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે.
યંગ ઇન્ડિયા ગ્રુપે એક અલગ ચીલો ચાતરી જન્મ સાચા અર્થમાં જન્મદિવસની ઉજવણી કેવી રીતે થાય? એની સમજ આપી છે.યંગ ઈન્ડિયા ગ્રૂપના કાર્યકર્તાઓ પોતાના જન્મદિનની ઉજવણી માત્ર પોતાના પરિવાર પૂરતી મર્યાદિત ન રાખતા જરૂરિયાતમંદો માટે સલ્મ વિસ્તારમાં વસતા પરિવારોને ભોજન કરાવી જન્મદિનની ઉજવણી કરતા હોય છે,તેમજ યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા વેલેન્ટાઈન ડે ને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવા ગરીબ બાળકોને મોંઘી ગાડીઓમાં જોય રાઈડ કરાવવી, સંકલ્પ નવરાત્રી મહોત્સવ,રક્તદાન કેમ્પ, ગરીબ પરિવારો માટે દવા આપવી, ગીતા જ્ઞાન કસોટી, મેડિકલ કેમ્પ, કુદરતી કે માનવ સર્જીત આપત્તિઓ વખતે રસોડા ચલાવી ભોજન પૂરું પાડવું, લોકોને રેસ્ક્યુ કરવા,યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત સેલિબ્રિટી, મોટી વેંશનલ સ્પીકરને બોલાવી લોકોને જીવન જીવવાની કળા શીખવવી,વકતૃત્વ સ્પર્ધા,કોરોના કાળ દરમ્યાન કોવિડ સેન્ટર વગેરે જેવા 200 થી વધુ સેવાકીય પ્રકલ્પો દ્વારા જન જન સુધી પોતાની સેવાની સુવાસ પહોંડી છે
ત્યારે યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર અને ફાઉન્ડર દેવેનભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે માધાપરવાડી કન્યા શાળાની ધો.6 થી 8 ની 150 જેટલી બાળાઓને *હરી ૐ હરી* ગુજરાતી ફિલ્મ દર્શન કરાવ્યું હતું.અને બાળાઓને ભાવતા ભોજન કરાવ્યા હતા. બાળાઓ શાળાએથી સ્કાય મોલ સુધી લાવવા લઈ જવા માટે સીટી બસની સુવિધા પૂરી પાડી હતી. ફિલ્મ દર્શન કરી બાળાઓ ખુબજ ખુશ થઈ હતી.અને દેવેનભાઈને રિટર્ન ગિફ્ટ આપી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
મોરબી તાલુકાના વનાળીયા ગામ થી માનસર નારણકા સુધી ડામર પટ્ટી રોડ ઉપર પેચવર્ક કરવા માનસર ગામના સરપંચ દ્વારા જીલ્લા પંચાયત બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જીલ્લા પંચાયત બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી...
મોરબી શહેરમાં અવાર નવાર સગીરવયની દિકરીની પજવણી કરી છેડતી તેમજ પોકસો એકટના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરી આરોપીને સુરત લાજપોર જેલ ખાતે મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર સગીરવયની દિકરીની પજવણી કરી છેડતી તેમજ પોકસો એકટના ગુન્હામા...