માંડલ ગામ નજીક હાઈવે રોડ પર ટ્રકે હડફેટે લેતા માસુમ બાળકીનુ ઘટનાસ્થળે મોત
મોરબી: હળવદ મોરબી હાઈવે રોડ ઉપર નીચી ઉંચી માંડલ ગામ વચ્ચે શીવ પેટ્રોલ પંપ તથા રૂદ્ર કલીનીક સામે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારને ઈજા પહોંચી હતી જ્યારે બાઈક પર પાછળ બેસલ માસુમ બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર ભાટીયા સોસાયટી ત્રીલોક ધામ પાસે જલારામ નગરમાં રહેતા હસમુખભાઇ કાંતિલાલ કાથરાણી (ઉ.વ.૪૮) એ આરોપી ટ્રક ટ્રેઇલર રજીસ્ટર નંબર – MH-40- CD-9892 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬-૧૨-૨૦૨૩ ના રોજ ટ્રક ચાલક આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રક ટ્રેઇલર રજીસ્ટર નંબર-MH-40-CD-9892 વાળુ હળવદ મોરબી હાઇવે રોડ નીચી ઉચી માંડલ ગામ વચ્ચે પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી આગળ જતા ફરીયાદીના મો.સા રજી નંબર-GJ-36- H-9758 ને હડફેટે લઇ એકસીડન્ટ કરી ફરીયાદીને શરીરે મુઢ ઇજા તથા ફરીયાદીની દિકરી ધ્વની ને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવી પોતાના હવાલાવાળુ ટ્રક ટ્રઇલર સ્થળ પર મુકી નાસી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર હસમુખભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.