મોરબીના જૂના ઘુંટુ રોડ પર આવેલ મામાદેવના મંદિર પાસે જુગાર રમતા બે ઝડપાયાં
મોરબી: મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ પર આવેલ સિમ્પોલો સીરામીક કારખાનાની સામે નીકળતી નદી પાસે આવેલ મામાદેવના મંદિર પાસે બાવળની કાંટમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ પર આવેલ સિમ્પોલો સીરામીક કારખાનાની સામે નીકળતી નદી પાસે આવેલ મામાદેવના મંદિર પાસે બાવળની કાંટમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા (ઉ.વ.૪૮) રહે. મોરબી -૦૧ શનાળા બાયપાસ આનંદનગર તથા રોહિતસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ.૨૯) રહે. મોરબી -૨ યોગીનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૪૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને રેઇડ દરમ્યાન મોરબી તાલુકા પોલીસ ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.