ટંકારા: ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના સ્મશાન પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના સ્મશાન પાસેથી આરોપી અમૃતભાઈ મહાદેવભાઈ નમેરા ઉ.વ.૩૨ રહે. હરબટીયાળી ગામ તા. ટંકારાવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૨૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
