મોરબી જિલ્લા કલેકટરે રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે બેસ્ટ બીએલઓ હિનાબેન સદાતિયાનું સન્માન કર્યું
મોરબી:ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા અને લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી માટે મતદારયાદી બનાવવા, નવા મતદારોના નામ ઉમેરવા તેમજ કમી કરવા,સ્થળાંતર થયેલાને એમના વિસ્તારમાં ઉમેરવા, ઓનલાઈન કરવા અપડેટ કરવા વગેરે કાર્યો કરવા માટે બુથ લેવલ ઓફિસર BLO ની નિમણુંક કરેલ હોય છે એ મુજબ ૬૫-મોરબી વિધાનસભા સીટ પર ૨૯૯ જેટલા બીએલઓ ની નિમણુંક કરેલ છે
જેમાં મોરબીની કલ્યાણ વજેપર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષકા હિનાબેન ખોડાભાઈ સદાતીયાને વર્ષ ૨૦૨૩-દરમિયાનની બેનમૂન કામગીરીને ધ્યાનમાં લઈ ૬૫-મોરબીના 230 નંબર બુથના બેસ્ટ બુથ લેવલ ઓફિસરનો જિલ્લાનો એવોર્ડ પ્રાપ્ત થતા કલેકટર જી.ટી.પંડ્યાએ રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે સન્માન પત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું.
આજે ગણેશ ચતુર્થીના અને સંવત્સરીના પાવન અવસર પર કોર્ટ પરિસર મામલતદાર ઓફીસમાં તમામ નોટરીની હાજરીમાં મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં કારોબારી સભ્ય તરીકે હેતલબેન ટી. મહેશ્વરી (ધારાશાસ્ત્રી અને નોટરી) ની નિમણુંક કરવામાં આવી છે.
આજે ગણેશ ચતુર્થીના અને સંવત્સરીના પાવન અવસર પર કોર્ટ પરિસર મામલતદાર ઓફીસમાં તમામ નોટરીની હાજરીમાં મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં સિનિયર ધારાશાસ્ત્રી અને નોટરી જીતુભાઈ પટેલની બિન હરીફ વરણી કરવામાં આવી છે.
મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નીમણુંક કરાઈ જેમાં પ્રમુખ તરીકે -...