કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો વધુ એક પુરાવો
મોરબી જીલ્લામાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ચોર લુંટારૂઓને કાયદાનો કોઈ ડર રહ્યો ના હોય તેમ છાશવારે ઘર ફોડ ચોરી અને વાહન ચોરીના બનાવો બનતા રહે છે તો આજે વહેલી સવારે માળિયાના સરવડ ગામના ઘરમાં ઘુસી ચાર જેટલા ઇસમોએ વૃદ્ધ દંપતીને લૂંટી લીધાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે
માળિયા તાલુકાના સરવડ ગામના સરદારનગરમાં રહેતા મગનભાઈ જાદવજીભાઈ સુરાણી અને તેના પત્ની જશુબેન એમ વૃદ્ધ દંપતી એકલું રહેતું હોય ત્યારે આજે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં ચાર જેટલા લુંટારૂઓ ઘરમાં ઘુસ્યા હતા અને લઘુશંકા કરવા ગયેલ જશુબેન પર હુમલો કરી દીધો હતો વૃદ્ધ દંપતી પર હુમલો કરી ચારેય ઈસમો ઘરમાંથી ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી નાસી ગયા હતા
તેમજ મગનભાઈના બાઈકની ચાવી અને મોબાઈલ પણ પડાવી ગયા હતા લુંટારૂના હુમલામાં વૃદ્ધ દંપતીને ઈજા પહોંચતા સરવડ પીએચસી ખાતે સારવાર માટે ખસેડાયા હતા તેવી માહિતી સુત્રો પાસેથી મળી હતી તો સુત્રો જણાવી રહ્યા છે કે વૃદ્ધ દંપતીના ઘરમાં લૂંટ ઉપરાંત આસપાસના અન્ય ત્રણથી ચાર મકાનના તાળા તૂટ્યા હતા જોકે તે મકાનમાંથી કોઈ મત્તા ચોરી થઇ છે કે કેમ તે હાલ સ્પષ્ટ થયું નથી
