માળીયાના વવાણીયા ગામેથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલો સાથે બે ઝડપાયાં
માળીયા (મી): માળિયા તાલુકાના વવાણીયા ગામની સીમમાં આવેલ મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલ વાડામાંથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલો સાથે બે ઈસમોને માળિયા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના વવાણીયા ગામની સીમમાં આવેલ મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલ આરોપી સાગરભાઈ ઉર્ફે ઠુઠો રામૈયાભાઈ સવસેટા રહે. વવાણીયા રામજી મંદિર વાળી શેરી ઉપર કોટ તા. માળીયાવાળાના કબ્જા ભોગવટા વાળા વાડામાં આરોપી સુખરામ ઉર્ફે હનુમાન બાબુલાલ સઉ (ઉ.વ.૩૫) રહે. હેમાગુડા ગામ રાજસ્થાન વાળાની સફેદ નંબર પ્લેટ વગરની ક્રેટાકારમા આરોપી નરપતસીંગ રાજપૂત રહે. બાડમેર રાજસ્થાનવાળા પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ -૧૨૦ કિં રૂ. ૪૦,૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૨ કિં રૂ. ૧૫૦૦૦ તથા નંબર પ્લેટ વગરની ક્રેટાકારમા કિં રૂ. ૧૦,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૧૦,૬૧,૭૪૦ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી દેવજીભાઇ ઉર્ફે દેવો લાલજીભાઇ પરમાર ઉ.વ.૩૩ રહે. હાલ મોરબી વાવડી રોડ, ભૂમી ટાવર સામે, કબીર આશ્રમ પાસે, ઓમ શાંતિ ઓમ પાર્ક સોસાયટી, મુળ રાજકોટ મોરબી રોડ,મફતીયાપરા તથા સુખરામ ઉર્ફે હનુમાન બાબુલાલ મોતીલાલ સઉ (બિશ્નોઇ ) ઉ.વ. ૩૫ રહે. હેમાગુડા ગામ, થાણુ -જાબ, પોસ્ટ- તા. જી. ચિત્તલવાના રાજસ્થાનવાળાને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે ઈસમો માલ લેનાર સાગરભાઈ ઉર્ફે ઠુઠો રામૈયાભાઈ સવસેટા રહે. વવાણીયા તથા માલ ભરી આપનાર નરપતસીંગ રાજપૂત રહે. બાડમેર રાજસ્થાનવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
