મોરબીમાં ફરી એક પાટીદાર સમાજનાં ઘડિયા લગ્ન યોજાયા
પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને વધુ એક સફળતા મળી
માળીયા તાલુકાના સુલતાનપુર ગામના નિવાસી, બાબુભાઇ પોપટભાઈ વિડજાની ચિ.સુપુત્રી હેતલબેનના લગ્ન જુના દેવળીયા ગામના નિવાસી જગદીશભાઈ નથુભાઈ પટેલના ચિ. સુપુત્ર નીરવકુમાર સાથે ઘડિયા લગ્ન યોજાયેલ હતા.જેમાં સમાજના પ્રતિનિધિ તરીકે ,સમૂહ લગ્ન સમિતિના વિકાસભાઈ થાદોડા અનિલભાઈ કૈલા મનસુખભાઇ પારેજીયા ,અને માવજીભાઈ સંઘાણી એ હાજરી આપેલ. વર-કન્યા ને માતાજીના પ્રસાદનો ખેસ પહેરાવી પુસ્તકોની ભેટ ધરી શુભેચ્છા પાઠવી. સમાજને બળ પૂરું પાડતા પ્રેરણાદાયક પ્રસંગનું આયોજન ગોઠવવા બદલ વર-કન્યા અને તેમના માતા-પિતાને અભિનંદન પાઠવ્યા હતા અને ઘડિયા લગ્ન એટલે સામાજિક ક્રાંતિનું પ્રથમ ચરણ એ વિષય અન્વયે ચિંતન વ્યક્ત કરવામાં આવ્યું હતું.