મોરબીના અણીયારી ગામેથી બાઈક ચોરીની બે ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના અણીયારી ગામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની બે ફરીયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા પ્રવિણભાઇ મનજીભાઈ લોરીયા (ઉ.વ.૫૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૦૩-૨૦૨૪ ના રાત્રીના સાડા અગિયાર વાગ્યાથી તા. ૦૬-૦૩-૨૦૨૪ ના સવારના પાંચ દરમ્યાન ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-M-5246 કિં રૂ. ૨૦,૦૦૦ વાળું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર પ્રવિણભાઇએ આરોપી અજાણ્યા ચોરી ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે બીજી ફરીયાદ અણીયારી ગામે દિનેશભાઇ પટેલની વાડીએ રહેતા સુકાભાઈ ભુદરીયાભાઈ વસુનીયા (ઉ.વ.૩૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૦૨-૨૦૨૪ ના સાંજના સાત વાગ્યાથી સાડા સાત વાગ્યા દરમ્યાન ફરીયાદીનુ TVS કંપનીનું અપાચે BS6 મોટરસાયકલ રજીસ્ટર નંબર -MP-45-MR-8451 કિં રૂ. ૪૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર સુકાભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આ બંને ચોરીના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.