Monday, May 19, 2025

મોરબીના બંધુનગર ગામે હાઈવે રોડ પર ડમ્પરે બાઇકને હડફેટે લેતા મહિલાનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના બંધુનગર ગામે ચામુંડા હોટેલની સામે નેશનલ હાઇવે રોડ ઉપર ડમ્પરે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર તથા તેના પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે બાઈક સવારની પત્ની પર ડમ્પરનુ વ્હીલ ફળી જતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના વતની અને હાલ વાંકાનેરના માટેલ રોડ પર આવેલ માટેલ ગામે એડીકોન પેપર પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા જેન્તીભાઇ હમીરભાઇ છાંસીયા (ઉ.વ.૩૬) એ આરોપી ડમ્પર વાહન નંબર – જીજે -૧૦-ટીવાય-૫૫૫૧ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ છે કે ગત તા. ૧૬-૦૩-૨૦૨૪ ના રોજ આરોપીએ પોતાના હવાલાનું ટ્રક ડમ્પર વાહન નંબર- જી.જે.-૧૦-ટી.વાય-૫૫૫૧ વાળુ ફુલ સ્પીડમા,ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફીકરાઇથી બેદરકારી ભરી રીતે ચલાવી નીકળી ફરીયાદીના મોટરસાયકલ રજીસ્ટર નં.- GJ-03-NJ-1267 વાળા ઉપર સવાર ફરીયાદી તથા તેમના પત્નિ કમુબેન ઉર્ફે કોમલબેન ઉ.વ.૩૨ તથા દીકારા કાર્તીકને પાછળથી ઠોકર મારી તમામને રોડ ઉપર પછાડી દઇ વાહન અકસ્માત કરી ટ્રક ડમ્પરનુ વ્હીલ કમુબેન ઉર્ફે કોમલબેનના ડાબા પગના સાંથળ તથા કમરના ભાગ ઉપરથી ફરી જતા કમર તથા ડાબા પગના સાંથળનો ભાગ ચગદાઇ ચેપી જતા ગંભીર ઇજાઓ પહોચાડી મોત નીપજાવી તેમજ ફરીયાદીને ડાબા પગના ઢીંચણ પાસે છોલછાલની ઇજા કરી પોતાના હવાલાનુ ટ્રક ડમ્પર સ્થળ ઉપર રેઢુ મુકી નાસી ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર જેન્તીભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૩૭,૩૦૪-અ, તથા એમ.વી. એક્ટ કલમ -૧૮૪,૧૭૭,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર