હળવદ: હળવદ તાલુકાના ટીકર વિસ્તારમાં ખનીજ ખનન કરતા ઈસમો પર હળવદ પોલીસે કાર્યવાહી કરી ૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
હળવદ પોલીસ સ્ટાફ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, ટીકર વિસ્તારમાં નદીમાં ગેરકાયદેસર ખનીજનું ખોદકામ તથા વહન થઈ રહેલ છે. જેથી સાથેના સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ નદીમાં કાર્યવાહી કરતા ખનીજ ખોદકામ/વહનના કામમાં ઉપયોગમાં લીધેલ સાધનો/વાહનો બે ડમ્પર, એક હિટાચી મશીન, એક જે.સી.બી, બે ટ્રેક્ટર, બે હુડકા મળી કુલ કિંમત રૂપિયા ૭૧,૦૦,૦૦૦/- નો મુદામાલ હસ્તગત કરી મોરબી ખનીજ વિભાગને કાયદેસર કાર્યવાહી કરવા સારૂ જાણ કરવામાં આવેલ છે.
