મોરબી: જુની ભાગીદારીમાં થયેલ નુકસાનનો ખાર રાખી યુવકને એક શખ્સે મુંઢ માર માર્યો
મોરબી: મોરબીમાં રહેતા યુવકે આરોપી સાથે કોઈ ધંધા માટે ભાગીદારી કરેલ હોય જેમા આરોપીને લોસ જતા તે બાબતનું મન દુઃખ બોલાચાલી કરી યુવકને મુંઢ માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ વિજયનગર નરશંગ ટેકરીની બાજુમાં મકાન નં -૦૬મા રહેતા દીલીપભાઇ વાઘજીભાઇ જીવાણી (ઉ.વ.૪૬) એ આરોપી અમીતભાઈ દલીચંદભાઈ વરમોરા રહે. વેલ્કમ પ્રાઈડ ક્રિષ્ના સ્કુલની બાજુમાં મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧-૦૪-૨૦૨૪ ના રોજ સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદીને જુની ભાગીદારીમા થયેલ લોસ બાબતે ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી લાતો ઢીંકા-પાટુનો માર મારી ફરીયાદીને શરીરે મૂઢ ઇજા તથા નાકના ભાગે ફ્રેક્ચર કરી ઈજા પહોંચાડી હતી જેથી ભોગ બનનાર દીલીપભાઇ એ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૫,૩૨૩,૫૦૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.