વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ પર ડમ્પરે હડફેટે લેતાં બાઈક સવાર ઈજાગ્રસ્ત; એકનું વ્યક્તિનુ મોત
વાંકાનેર: વાંકાનેર મોરબી નેશ્નલ હાઇવે પર ઢુવા ઓવરબ્રીજથી આગળ મોરબી તરફ સનકોર ટાઇલ્સના નવા બનતા શોરૂમ સામે રોડ પર રોંગ સાઈડમાં ડમ્પરે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે બાઈક પાછળ બેસલ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વજેપરની બાજુમાં મોરબી સબ જેલ સામે વાલ્મીકિ વાસ શેરી નં -૭ માં રહેતા પૃથ્વી રાજેશભાઈ પરમાર (ઉ.વ.૧૮) એ આરોપી ડમ્પર રજીસ્ટર નંબર -જીજે-૧૨-બીએક્સ-૫૯૪૪ ના ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭-૦૪ -૨૦૨૪ ના રોજ રાત્રીના સમયે વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર ઢુવા ઓવરબ્રીજથી આગળ મોરબી તરફ સનકોર ટાઇલ્સના નવા બનતા શોરૂમ સામે રોડ પર આરોપી ડમ્પર રજી.નં. જીજે- ૧૨-બીએક્સ-૫૯૪૪ ના ચાલકે પોતાના કબ્જા ભોગવટાનું વાહન ફુલસ્પીડમાં ચલાવી એકદમ ડીવાઇડર બ્રેકમાંથી લઇ રોંગ સાઇડમાં ચલાવશે તો હાઇવે પર પોતાની કાયદેસરની લેન પર સામેથી આવતા વાહન સાથે અકસ્માત થશે તો માનવ જીંદગી જોખમાશે તેવું જાણવા છતા પોતાનું વાહન ફુલસ્પીડમાં ચલાવી એકદમ ડીવાઇડર બ્રેકમાંથી રોંગ સાઇડમાં લેતા પોતાની લેનમાં આવતા ફરીયાદીના મોટર સાયકલ હીરોસ્પલેન્ડર રજી.નં. જીજે- ૩૬-એએ-૭૨૯૯ વાળુ આરોપીના ડમ્પરના પાછળના વ્હીલ પાસે અથડાતા ફરીયાદીને ડાબા ખભામાં ગંભીર ઇજા તથા શરીરે છોલછાલ જેવી સામાન્ય ઇજા પહોંચાડી તેમજ ફરીયાદીના મોટર સાયકલમાં પાછળ બેસેલ રોહીત વિપુલભાઇ ઝાલાને માથામાં તથા પગમાં તથા શરીરે ગંભીર ઇજા પહોંચાડી સ્થળ પર મોત નિપજાવી પોતાનુ વાહન મુકી નાશી ગયો હતો. જેથી ભોગ બનનાર પૃથ્વીએ આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪,૩૩૭ તથા એમ.વી.એક્ટ કલમ – ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
