હત્યાના ગુનામાં સંડોવાયેલા ચાર ઈસમોને મોરબી પોલીસે ઝડપી પાડયા

મોરબી: મોરબીમા ઘરની બહાર શેરીમા રાખેલ ચંપલની લારીને આગ લગાડી સળગાવી નુક્શન કરી ફરીયાદીના પતિ (મરણજનારને) માર મારી સળગતી લારી પાસે ધકો મારી ફેકી દઈ હત્યા નિપજાવનાર ચાર ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

ગઈ તા.૧૩/૦૪/૨૦૨૪ ના રોજ સાંજના સમયે ફરીયાદીના રહેણાકના સ્થળે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓએ ભેગા મળી મારામારી કરેલ ત્યારબાદ આરોપીઓના અન્ય મિત્રોએ ફરીયાદીના પતિને માર મારી ઘરની બહાર શેરીમા રાખેલ ચંપલની લારીને આગ લગાડી સળગાવી નુક્શન કરેલ અને ફરીયાદીના પતિ (મરણજનારને) માર મારી સળગતી લારી પાસે ધકો મારી ફેકી દીધેલ જેઓ સારવાર દરમ્યાન મરણ જતા ગુનામાં ઇપીકો કલમ ૩૦૨ વીગેરેનો ઉમેરો કરી તાત્કાલીક ગુનાના કામે જુદી જુદી ટીમ બનાવી ચાર આરોપી શનીભાઇ ઉર્ફે વેલાભાઇ રમેશભાઇ લાલુકીયા ઉવ ૩૨ રહે મોરબી રામક્રુષ્ણનગર શેરી નં આર/૧૦ તા.જી.મોરબી, જયદેવસિંહ ઉર્ફે જયુભા પંચાણજી ઝાલા ઉવ-૩૫ રહે મોરબી ભડીયાદ રોડ રામાપિરના ઢોળા પાસે તા.જી.મોરબી, વિમલભાઈ નટૂભાઈ કામળીયા ઉ.વ.૨૭ રહે-ધુંટુગામ, રામકો વીલેજ સોસાયટી મોરબી-૨, સદીપભાઈ રાજેશભાઇ બોળા ઉ.વ.૨૦ રહે-ઘુંટૂગામ, રામકો વીલેજ સોસાયટી મોરબીવાળાને શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ છે તેમજ અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img