Friday, May 3, 2024

હળવદમાં યુવક અને તેના મિત્રને ત્રણ શખ્સોએ ધોકા વડે ફટકાર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

હળવદ: હળવદમાં યુવક અને તેનો મિત્ર રાત્રીના સમયે રીક્ષના ફેરા કરત હોય જે બાબતે આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ યુવક અને તેના મિત્રને ગાળો આપુ લોખંડની ટામી તથા ધોકા વડે ફટકાર્યા હતા. જેથી ભોગ બનનાર યુવકે આરોપી ત્રણ ઈસમો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ ભવાનીનગર ઢોરામા રહેતા નરેશભાઈ ચંદુભાઈ વિંધાણી (ઉ.વ.૨૨) એ આરોપી આનંદ ઘનશ્યામભાઈ મકવાણા તથા અશોક ઘનશ્યામભાઈ મકવાણા અને ઘનશ્યામભાઈ મકવાણા રહે. ત્રણે હળવદ ભવાનીનગર ઢોરામા તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૦૪-૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા ત્રણેક વાગ્યાના સુમારે આરોપીએ ફરીયાદીને તથા મિત્ર વિષ્ણુભાઇ રાત્રીના સમયે રીક્ષાના ફેરા કરતા હોય જે બાબતે સારૂ નહી લાગતા ત્રણે આરોપીઓ આવી ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપી આરોપી આનંદએ ફરીયાદીને લાફો મારી તથા આરોપી અશોકે સાહેદ વિષ્ણુભાઇને લાફો મારી ઉશ્કેરાઇ જઇ આરોપી આનંદે લોખંડની ટામી લઇ તથા આરોપી ઘનશ્યામભાઈએ લાકડાનો ધોકો લઇ આવતા ફરીયાદી તથા તેનો મિત્ર દોડવા લાગતા ફરીયાદીને આરોપી આનંદએ લોખંડની ટામી પગના ભાગે મારી ફરીયાદીને નીચે પાડી દઇ ફરીયાદીને આરોપી આનંદએ લોખંડની ટામી વડે તથા આરોપી ઘનશ્યામભાઈએ લોકડાના ધોકા વડે ફરીયાદીના ડાબા પગે ઢીંચણ નીચે મારી ફેક્ચરની ઇજા કરી તથા ઢીંચણ ઉપર સાથળના ભાગે તથા જમણા પગે ઢીંચણ નીચે મુંઢ ઇજા કરી હતી જેથી ભોગ બનનાર નરેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૫,૩૨૩,૫૦૪, ૧૧૪ તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર