વાંકાનેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા

વાંકાનેર: વાંકાનેર જીનપરા જકાતનાકા રોડ બાલા હનુમાન મંદિર સામે જાહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર જીનપરા જકાતનાકા રોડ બાલા હનુમાન મંદિર સામે જાહેરમાં આઇપીએલની લખનઉ સુપર જાયન્ટસ અને ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે વચ્ચે ચાલતી ટી -૨૦ ક્રિકેટ મેચમાં સટ્ટો રમી રમાડતા બે ઈસમો જીજ્ઞેશભાઈ ઉર્ફે પેપો અશ્વિનભાઈ વીંછી (ઉ.વ.૩૫) રહે. વાંકાનેર દરબારગઢ રોડ હાઉસ પાસે જી. મોરબી તથા કલ્પેશભાઇ બાબુલાલ મહેતા ,(ઉ.વ.૪૬) રહે. વાંકાનેર મેઇનબજાર ઠક્કર શેરી જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ,૨૭૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૨ કિં રૂ. ૧૦,૦૦૦ મળિ કુલ કિં રૂ. ૧૨૭૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img