મોરબી: ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી, ગાંધીનગર દ્વારા નેશનલ ફાયર સર્વિસ વીક 2024 અંતર્ગત ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કાર્યરત ફાયર સ્ટેશનથી બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટેના નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા.
જેમાં મોરબી નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટે વિજેતા ઘોષિત કરતા તારીખ 19-04-2024 ના રોજ અગ્ર સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત રાજ્યના હસ્તે સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ છે. અને મોરબી ફાયર જવાનોને પ્રોત્સાહિત કર્યા છે. જે બદલ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ મોરબી ગર્વની લાગણી અનુભવી રહ્યું છે.
મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં મોરબી-માળીયા હાઇવે બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે હુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂ કિ.રૂ. ૪,૬૮,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૯,૬૮,૦૦૦/- નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, એક સફેદ કલર...
તારીખ 12 નવેમ્બરના રોજ રાત્રે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે.
ત્યારબાદ કેસ આવતા ની સાથે જ તાત્કાલ 181 ટીમ ઘટના સ્થળે પહોંચેલ 181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ કોન્સ્ટેબલ ખ્યાતીબેન પાયલોટ મહેશભાઈ તે મહિલા સુધી પહોંચેલ તે સજ્જન...