મોરબી: ૨૦૨૨ ની ચુંટણીમાં વાંકાનેરમાં આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ વિક્રમ સોરાણી ૨૯ એપ્રીલે ભાજપના અધ્યક્ષ પાટીલની ઉપસ્થિતિમાં કેસરીયા કરી ભાજપમાં જોડાશે.
ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારા તેમજ રામમંદિર, ૩૭૦ કલમ જેવા અનેકો સત્કાર્યોથી પ્રેરાઇ યથાશક્તિ પ્રમાણે યોગદાન આપવાના સંકલ્પ સાથે ૨૦૨૪ લોકસભાની ચુંટણીમાં અખિલ ભારતીય કોળી સમાજના યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમભાઈ સોરાણી વિશાળ સમર્થકોના મહાસાગર સાથે આગામી તારીખ ૨૯/૦૪/૨૦૨૪ ને સોમવારના રોજ સાંજે ૫-૦૦ કલાકે સ્થળ અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ રાજકોટના રામપરા (બેટી) ગામે ખાતે ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ કેસરીયા કરશે.
હળવદ: વીજળીએ જેટલી સુવિધાજનક છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ (PGVCL) હળવદ વિભાગીય કચેરી દ્વારા એક અત્યંત પ્રભાવશાળી 'સેફ્ટી અને ઉર્જા સંરક્ષણ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષાના પાસાઓને માત્ર વાતોથી નહીં, પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.
સેફ્ટી...
9 ડિસેમ્બર 2025 ના રોજ 85 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ચાલુ તાણ આંચકી સાથે ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાવ્યું કે દર્દી ને પેરાલિસિસ નો હુમલો આવેલો છે, હૃદયનો હુમલો આવેલો છે, ખોપડી ના હાડકામાં ફેક્ચર અને મણકામાં ફેક્ચર હતું, એસ્પિરેસન ન્યૂમોનિયા...
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ આઇ.ડી. તથા નંબરથી યુઝર રજીસ્ટર કરી સરકાર તરફથી આઇસગેટ સ્કીમ અંતર્ગત મળેલ રોડટેપ સ્ક્રીપ નંગ – ૨૯ કિં.રૂા. ૭૧,૪૫,૬૧૬/- ની છેતરપીંડી...