મોરબીની સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા કેસ પેપરમાં ‘મોરબી કરશે મહાદાન ‘ તેવી અપીલ કરી રહ્યા છે
મોરબી: આગામી તારીખ 7 મેં ના રોજ મોરબી સહિત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં લોકસભાનું મતદાન થવાનું છે. ત્યારે મતદાન અંગે લોકોમાં જાગૃતિ આવે અને 100 ટકા મતદાન થાય તે માટે મોરબીની સીવીલ હોસ્પિટલમાં પણ મતદાન જાગૃતિના આ અભિયાનમાં જોડાયા છે.
મોરબીની સીવીલ હોસ્પિટલ પ્રસાશન દ્વારા મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ હાથ ધરી છે. જે અંતર્ગત સીવીલ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીનારાયણ માં મતદાન માટે જાગૃતિ આવે તેવા હેતુથી તમામ કેશ પેપર પર રાષ્ટ્રીય હિત માટે સો ટકા મતદાન અંગેનો સંદેશો આપતો સિક્કો ‘મોરબી કરશે મહાદાન’ મારવામાં આવી રહ્યો છે અને દર્દી ઓને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. આમ મોરબીની સીવીલ હોસ્પિટલ પ્રસાશન 100 ટકા મતદાન થાય તે માટે તંત્રના અભિયાનમાં સાથ સહકાર આપી લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...