મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા અને શ્રદ્ધાના પ્રતિકસમાં શ્રી ધકકાવાળી મેલડી મંદિર દ્વારા આયોજિત સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તા ૧૧/૫ ને શનિવારે સાંજે ૭:૧૫ કલાકે બહુચર પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાન મંદિરની બાજુમાં નવલખી રોડ મોરબી ખાતે યોજાશે આ સમૂહલગ્નમાં ૨૧ યુગલો લગ્નગ્રંથી થી જોડાશે સમૂહલગ્નની વિધિ જાણીતા આચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ પી પંડ્યા દ્વારા કરાવવામાં આવશે.
આ સમૂહલગ્નનો તમામ ખર્ચ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કરવામાં આવશે શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ની આવક માંથી સમુહલગ્નો, સાર્વજનિક દવાખાનું, વિધાર્થીઓ હને નોટબુક, પુસ્તક વિતરણ સહિત સેવાકીય પ્રવૃત્તિ સેવાભાવી આયોજકો દ્વારા કરવામાં આવેલ છે.
મૂળ મોરબી તાલુકા રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ તારીખ ૧૯-૦૮-૨૦૨૫ ને મંગળવારના રોજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયેલ છે.
તેમના આત્મશ્રેયઅર્થે તારીખ ૨૧-૦૮-૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે ૦૩ થી ૦૬ વાગ્યે રાજપર પટેલ સમાજ વાડી ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવેલ છે.
...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલીકાના પૂર્વ ચેરમેન, જલારામ સેવા મંડળના ઉપપ્રમુખ, લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબીના ઉપપ્રમુખ, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબીના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી તથા મોરબી જલારામ વેવિશાળ માહિતી...