મોરબીના સાપર ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલ કાર ઝડપાઈ
મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં બ્લ્યુ ગ્રેસ સિરામિક સામે આમ્રપાલી કોમ્પલેક્ષ સામે પાર્કિંગમાથી ઈંગ્લીશ દારૂ ભરેલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં બ્લ્યુ ગ્રેસ સિરામિક સામે આમ્રપાલી કોમ્પલેક્ષ સામે પાર્કિંગમા નંબર પ્લેટ વગરની કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૦ કિં રૂ.૧૭૧૪૦ તથા કાર સહિત કુલ કિં રૂ. ૩,૧૭,૧૪૦ ન મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી મારૂતી સુઝુકી બલેનો કાર રજીસ્ટર નંબર -જીજે-૦૧-આરયુ-૪૨૦૬ નો ચાલક સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.