Friday, July 18, 2025

ટંકારા: નેકનામ ગામ નજીક પાણીની ચોરી કરતા બે કારખાના વિરુદ્ધ ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામ નજીક જી.ઈ.બી. ના સબ સ્ટેશન સામે બેડી થી જોધપર (ઝાલા) જતી પાણીની પાઈપલાઈમા ગેરકાયદેસર રીતે પાણી ચોરી/ બગાડ કરતા બે કારખાનાના જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા અને કોન્ટ્રાક્ટ રાખતા ચિરાગભાઈ પ્રભુભાઈ કામરીયા (ઉ.વ.૩૫) એ આરોપી શુભ એન્ટરપ્રાઈઝ કારખાના તથા એડન પોલીપેક કારખાનાના જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ટંકારા જુથ યોજનાની બેડી થી જોધપર(ઝાલા) જતી ૨૦૦ એમ એમ પી વી સી ની પાણીની પાઇપ લાઇનની મરામત નિભાવણીની કામગીરી શ્યામ કન્ટ્રકશન હસ્તકની હોય જેમા આરોપીઓએ પીવાના પાણીની લાઇનમાં ગેરકાયદેસર રીતે ભંગાણ કરી પાણી ચોરી/બિગાડ કરતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર