મોરબી: આગામી તારીખ ૧૦/૧૧/ ૨૦૨૪ અને રવિવારે સાંજે ૪ થઈ ૬ ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી ખાતે ગર્ભસંસ્કાર વિષે એક શિબિરનું ફ્રી આયોજન કરવામા આવેલ છે. આ શિબિરમાં રાજકોટ સંસ્કૃતિ આર્ય ગુરુકુલના સંચાલક ડૉ. મેહુલભાઇ આચાર્ય શિબિરાર્થીઓને માર્ગદર્શન આપશે. ડૉ. મેહુલભાઇ આચાર્ય આયુર્વેદના પ્રખંડ જ્ઞાતા છે. દર્શનાચાર્ય છે. આયુર્વેદ તથા દર્શનશાસ્ત્રમાં પી.એચ.ડી. છે. ખાસ મોરબીના આંગણે થનાર આ જ્ઞાનયજ્ઞમાં અનેક વિષયોની છણાવટ કરવામાં આવશે.
જેમાં મુખ્યત્વે, ગર્ભાવસ્થા પહેલાંની કાળજી, કુદરતી પ્રસુતિના ઉપાયો, પ્રસૂતિ પછીના આહાર વિહાર અને કાળજી, મંત્રૌષધિ સંસ્કારનું સંપૂર્ણ વિજ્ઞાન, ગર્ભસંસ્કાર, મંત્રપ્રયોગ અને વિવિધ વૈદિક સૂક્ત, નાના બાળકોની પરવરિશનું વિજ્ઞાન વગેરે વિષય પર જાણકારી મેળવવા નવપરણિત યુવાનો, સમસ્યાગ્રસ્ત યુવાનો, આયુર્વેદના જીજ્ઞાસુઓને હાજર રહેવા હાકલ કરવામાં આવે છે. હાજર પરિણિત યુગલોને મધૂરમ ફાઉન્ડેશન તરફથી “ગર્ભવિજ્ઞાન” પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવશે.
આ શિબિરનું આયોજન મધૂરમ ફાઉન્ડેશન તથા ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. કોઇ ચાર્જ નથી, બિલ્કુલ ફ્રી શિબિર છે પણ વ્યવસ્થાના ભાગ રૂપે 9426232400 પર ફોન કે વોટસએપથી જાણ કરવા વિનંતિ છે.
દેશ વિદેશમાં આસ્થાનું પ્રતીક અને કચ્છ સ્થિત માં આશાપુરા ના ધામ માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા-જમવા , મેડિકલ ની સુવિધા મળી રહે તે માટે ટંકારાના મેઘપર ઝાલા ગામના શિવ શક્તિ ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે...
મોરબીના લાલપર રીયલ પ્લાઝા પાસે તંત્ર દ્વારા ગટર સાફ કરવા માટે ગટર ખુલ્લી કરીને સાફ કરવામાં આવી હતી જેથી ગટર ખુલ્લી કરી દેવાતા બે રસ્તા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે તેથી આ સમસ્યાનું નિવારણ લાવવા લોક માંગ ઉઠી છે.
મોરબી શહેરમાં...
પસાર થતા વાહનચાલકો અને ઉદ્યોગપતિઓ સમસ્યાથી પીડાય છે છતાં મૂંગા છે તેનું પરિણામ છે.
મોરબી શહેરમાં ગઈ કાલે સાંજે વરસાદી માહોલ સર્જાયો હતો ત્યારે બે ઈંચ વરસાદમાં જ મોરબી શહેરમાં ઠેરઠેર જગ્યાએ પાણી ભરવાની સમસ્યાઓ સર્જાઇ છે. ત્યારે મોરબીના લીલાપર કેનાલ રોડ પર થોડા જ વરસાદમાં પાણીની તલાવડી ભરાઈ જતી...