મોરબી: ગઈકાલે મોરબીના એલ.ઈ. કોલેજ રોડ પર આવેલા યોગેશ્વર મહાદેવ મંદિર ખાતે મોરબી પોસ્ટલ ડીસ્ટ્રિક પેન્શનર્સ એસોસિએશનનુ પાંચમુ સ્નેહમિલન યોજાયું હતું.
જેમાં લોકોને હાલના સમયમાં સાયબર ક્રાઇમ ફ્રોડ વધી રહી તેમા પણ ખાસ કરીને મોરબી જીલ્લો ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાથી અવારનવાર ફ્રોડના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આ પાંચમા સ્નેહમિલન કાર્યક્રમમાં લોકોને હાલના સમયમાં વધતા સાયબર ક્રાઇમ ફ્રોડથી બચવા શું સાવચેતી રાખવી તેમજ કેવી રીતે સાયબર ક્રાઇમથી બચી શકાય તે બાબતે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.પી. વ્યાસ, એ.એસ.આઇ. રજનીભાઇ કૈલા તથા પોલીસ કોન્સ્ટેબલ આકૃતિબેન પટેલ દ્વારા લોકોને સાયબર ક્રાઇમ વિશે સમજણ આપી જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ મોરબી પોસ્ટલ ડિસ્ટ્રીક્ટ પેન્શનર્સ એસોસિએશનના આ પાંચમાં સ્નેહમિલનમાં એસોસિએશનના સભ્યો સહ પરિવાર સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં વર્ષ ૨૦૧૫માં થયેલ માસૂમ નિખિલ ધામેચા હત્યા કેસમાં નવી હલચલ સર્જાઈ છે. હાઇકોર્ટના આદેશ બાદ તપાસ હાથ ધરનાર સીબીઆઈને હવે મહત્વપૂર્ણ અને મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. આ પુરાવાઓના આધારે આવનારા દિવસોમાં હત્યારાઓ બેનકાબ થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. નિખિલ ધામેચા માત્ર ૧૪ વર્ષનો વિદ્યાર્થી હતો,...
ટંકારા લતીપર હાઈવે રોડ ઉપર સાલીગ્રામ સિગ્નેટ કોમ્પલેક્ષ ગોકુલધામ ખાતે પ્લાસ્ટર કામ કરતી વખતે દિવાલ નમી જતા બંને દિવાલ વચ્ચે દબાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા ઇન્દ્રપ્રસ્થ -૩ ના ગ્રાઉન્ડ બહાર રહેતા લુઇસભાઈ સીરીલભાઈ વસુનીયા (ઉ.વ.૨૭) નામનો યુવક...