મોરબી જિલ્લાનું ગૌરવ સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના ગ્રંથોનું પ્રકાશન
મોરબી ઉધોગની નગરી તરીકે સુખ્યાત છે. મોરબીને કલા-સાહિત્યકારથી સમૃદ્ધ છે. એમાં એક સાહિત્ય સર્જક-વિવેચક-સંશોધક-સંપાદક તરીકે ડૉ. ભાવેશ જેતપરિયાનું નામ અને કામ સુવિદિત છે. તેઓએ ૩૫ વરસ અધ્યાપક તરીકે ઉત્તમ સેવા આપી છે. હાલ નિવૃતિમાં પ્રવૃત્તના ભાગરૂપે લેખ અને ગ્રંથ લખે છે.
રવિ-ભાણ સંપ્રદાયના હસ્તપ્રતોમાં રહેલ સંતકવિ જીવા ભગતના સંતસાહિત્ય પર સંશોધન કરીને પીએચડીની મેળવેલી છે. તેઓનું આ કાર્ય ગુજરાતી સંતસાહિત્યમાં બહુમૂલ્ય રહ્યું છે. તેઓના ચાર ગ્રંથો પ્રકાશિત થયા છે. બીજા ચાર ગ્રંથો પ્રકાશમાન છે. ત્યાર બાદ ચાર ગ્રંથો એમ કુલ બાર ગ્રંથો સ્વાધ્યાય શ્રેણી દ્વારા પાર્શ્વ પ્રકાશન દ્વારા પ્રકાશિત થશે. તદુપરાંત તાજેતરમાં’હંસ વિવેક’,’ બત્રીસ લક્ષણું બલિદાન’ અને ‘ચાલો સંતો, સદગુરુના દેશમાં’ ચરિત્રત્મક ગ્રંથો પ્રકાશિત થયા છે. મોરબી જિલ્લા સાહિત્ય જગતની ગૌરવશાળી ઘટના છે. અધ્યન-અધયાપન સાથે જેતપરિયા એંકર તરીકે, સંનિષ્ઠ અધ્યાપક તરીકે, વરસો સુધી ચૂંટણી સમયે તાલીમ આપનાર અધિકારી તરીકે તેમજ અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહીને વિદ્યાર્થીઓનું ઘડતર કરવા સતત પુરુષાર્થ કરેલો છે. સતત પ્રવૃત્તિમય, સમરસ વ્યક્તિત્વ તરીકે તેઓનું મોરબી જિલ્લામાં ખૂબ જાણીતું નામ છે.
‘બત્રીસ લક્ષણું બલિદાન’ એ મોરબી પાટીદાર સમાજના ઉદ્ધારક, સમાજસેવાના ભેખધારી, પટેલ બોર્ડિંગના સ્થાપક, હરિપર ગામના લક્ષ્મણભાઈ ઉઘરેજાના જીવન અને શૈક્ષણિક સામાજિક કાર્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પાટીદાર સમાજની પ્રગતિમાં પટેલ બોર્ડિંગ છે અને પટેલ બોર્ડિંગના સ્થાપક અને ગૃહપતિ લક્ષ્મણભાઈ પટેલ છે. ૧૯૩૪-૧૯૫૭ના સમયની પાટીદાર સમાજની પરિસ્થિતિ, શૈક્ષણિક શરુઆત અને સંઘર્ષ વિશે અનેક રહસ્યો ઉજાગર થશે. ગ્રંથ અમૂલ્ય છે તેની એકાવન હજાર નકલ ઘરે ઘરે આપવામાં આવશે.
જેતપરિયાસાહેબ સંનિષ્ઠ, કર્મશીલ, પ્રમાણિક અધ્યાપક તરીકે અને અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાઈને કાર્ય કરેલ છે. મોરબી જિલ્લાનું ગૌરવ વધારવા બદલ ચક્રવાત ન્યૂઝની ટીમ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.