માળીયાના જુના ઘાટીલા ગામે ખબર અંતર પુછતા દંપતી પર બે શખ્સોનો હુમલો
માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે મહિલા તથા તેમના પતિ તેમના ભાઈએ કેન્સરનુ ઓપરેશન કરાવેલ હોય તેના ખબર અંતર પૂછવા જતા આરોપીને સારૂ ન લાગતા દંપતીને લાકડી વડે મારવા ધસી આવી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રોહિદાસપરા મેઇન રોડ પર શાંતિવન પ્રાથમિક શાળા પાસે નિધિ પાર્ક સામે શાંતિવન સોસાયટીમાં રહેતા નાનીબેન મુળજીભાઈ સોલંકી (ઉ.વ.૫૫) એ આરોપી કેશુભાઈ તિકમભાઈ ચાવડા તથા વિનુબેન કેશુભાઈ ચાવડા રહે. બધા ગામ જુના ઘાટીલાવાળા વિરુદ્ધ માળિયા (મીં) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા તેમના પતિ તેમના ભાઇ લખમણભાઇ તિકમભાઇ ચાવડાને મોઢાના જડબાનુ કેન્સરનુ ઓપરેશન કરાવેલ હોય તેની ખબર-અંતર પુછવા જુના ઘાંટીલા ગામે ગયેલા ત્યારે આરોપીઓએ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ફરીયાદીને તથા તેમના પતિને લાકડી વડે મારવા ધસી આવેલ અને ગાળા ગાળી કરવા લાગેલા અને હવે તમો કેટલા દિવસ જીવતા રહો છો એ અમો જોઈ લેશુ મારી પાસે ઘણા બધા ગુંડા માણસો છે. તેવુ કહી ફરીયાદીને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.