હળવદના નવા દેવળીયા નજીક બટાટાની આડમાં છુપાવેલ બિયરના જંગી જથ્થા સાથે એક ઝડપાયો
હળવદ માળીયા હાઈવે પર નવા દેવળીયા ગામ નજીકથી ટ્રકમાં બટાટાની આડમાં છુપાવેલ બિયરના ટીન નંગ-૮૨૯૮ કિં રૂ. ૧૮,૨૫,૫૬૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૨૮,૩૭,૪૬૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને SMC પોલીસે ઝડપી પાડયો છે.
એસ.એમ.સી પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હળવદ માળીયા હાઈવે પર નવા દેવળીયા ગામ નજીકથી ટ્રકમાં બટાટાની આડમાં છુપાવેલ બિયરના ટીન નંગ -૮૨૯૮ કિં રૂ. ૧૮,૨૫,૫૬૦ તથા ટ્રક કિં રૂ. ૧૦,૦૦,૦૦૦ , તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. ૧૦,૦૦૦ તથા રોકડ રકમ રૂ. ૧૯૦૦ મળી કુલ કિં રૂ. ૨૮,૩૭,૪૬૦ ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશ પુનારામ જાંગુ રહે. રાજીવનગર રાજસ્થાન વાળાને એસ.એમ.સી પોલીસે ઝડપી પાડી અન્ય પાંચ શખ્સો મળી કુલ પાંચ ઇસમો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.