મોરબીમાં ઘરેણાં ચોરીની શંકા કરી પતિએ પત્ની પર કર્યો હુમલો
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ નવલખી રોડ પર યોગીનગરમા ઘરમાંથી ઘરેણાંની ચોરી થયેલ હોવાની શંકા રાખી પતિએ તેની પત્નીને ઢીકાપાટુનો મુંઢમાર મારી પત્નીને એસીડ નાખી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ પાટણ જીલ્લાના વતની અને હાલ મોરબીના સામાકાંઠે આવેલ નવલખી રોડ પર આવેલ હરી પાર્ક સોસાયટીમાં રહેતા જાગૃતિબેન જલાજીભાઈ ઠાકોર (ઉ.વ.૩૫) એ આરોપી તેમના પતિ જલાજીભાઈ કાનજીભાઇ ઠાકોર રહે. ગણેશપુરા તા. હારીજ જી. પાટણવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના ઘરમાંથી ઘરેણાની ચોરી થયેલ હોવાની પોતાના પત્નિ(ફરી.) ઉપર શંકા કરી ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપી શરીરે ઢીકાપાટુનો માર મારી રોડ ઉપર સ્કુટર લઇ નીકળ એટલે એસીડ નાખી મારી નાખવાની ઘમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.