મોરબીના જુના ફડસર ગામે ખંઢેર જગ્યામાંથી રૂ. 3.97 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી તાલુકાના જુના ફડસર ગામે આવેલ ખંઢેર જગ્યામાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૯૧ કી.રૂ.૩,૯૭,૯૦૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને સંયુક્તમાં ખાનગી રાહે બાતમ મળેલ કે, જયેશભાઇ વજાભાઇ બાળા રહે. ફડસર ગામ તા.જી.મોરબી વાળાએ બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને તેને આ ઇંગ્લીશ દારૂનો જથ્થો પોતાના જુના ગામ ફડસર ગામમાં આવેલ કાળ ભૈરવના મંદીરની પાછળ ખંઢેર ખુલ્લી જગ્યામાં રાખેલ છે તેવી ચોકકસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ ચેક કરતા ત્યાથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૯૧ કિં રૂ. ૩,૯૭,૯૦૦ નો મુદામાલ પોલીસે જપ્ત કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.