પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા ઈસમને ઝડપી લતી માળિયા પોલીસ
માળીયા (મીં) પોલીસ સ્ટેશના પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને માળીયા (મીં) પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફ નાસતા ફરતા ઈસમને ઝડપી પાડવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન ઇગ્લીશ દારૂના ગુન્હામાં નાસતો ફરતા લીસ્ટેડ આરોપી બહાદુરસિંગ મોહનસિંગ રાવત વાળાનુ નામદાર કોર્ટ તરફથી ભારતીય નાગરીક સુરક્ષા સહીતા કલમ ૭૨ મુજબનુ વોરંટ મેળવી આરોપીને પકડવા હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સાધનનો ઉપયોગ કરી પોલીસને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, માળીયા (મી) પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનનો આરોપી છેલ્લા ત્રણ મહીનાથી નાસતો ફરતો આરોપી બહાદુરસિંગ મોહનસિંગ રાવત હાલે માળીયા (મીં) આરામ હોટેલ પાસે આવેલની ચોક્કસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે ઇસમની તપાસ કરતા આરોપી મળી આવતા પ્રોહીબીશનના ગુન્હામાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપી અગાઉ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુન્હામાં પકડાયેલ છે.