મોરબી-વાંકાનેર હાઇવે પર બંધુનગર નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત
વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર બંધુનગર નજીક આજરોજ સાંજના સમયે પુર ઝડપે આવતા ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું છે, જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર આજરોજ સોમવારે સાંજના સમયે મોરબીથી વાંકાનેર આવતા એક ડબલ સવારી હિરો સ્પ્લેન્ડર બાઈકને બંધુનગર નજીક પુર ઝડપે આવતા ટ્રક નં. GJ 03 W 8434 ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે, જે અકસ્માતના બનાવમાં વાંકાનેર તાલુકાના કોઠી ગામના મોઇન મહેબૂબભાઈ દેકાવડીયા (ઉ.વ. ૨૧) નામના યુવાનનું કરુણ મોત થયું છે, જ્યારે બાઇકમાં બેઠેલા અન્ય યુવાન જાવીદએહમદ મામદભાઈ શેરસીયા (ઉ.વ. ૨૧, રહે. જોધપર)ને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે.