બગથળા ગામે બકરીનું બચ્ચું બાજુની વાડીમાં જતુ રહેતા મહિલા પર ચાર શખ્સોનો હુમલો
મોરબી તાલુકાના બગથળા ગામે મહિલાનુ બકરીનું બચ્ચું તેમની બાજુમાં રહેતા તેમના કાકાજી સસરાની વાડીમાં જતુ રહેતા જે બાબતનો ખાર રાખી ચાર શખ્સો દ્વારા મહિલાને ગાળો આપી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા સરોજબેન સરવૈયા (ઉ.વ.૩૬) એ આરોપી નરેશભાઈ લાભુભાઈ સરવૈયા, સુરેશભાઈ લાભુભાઈ સરવૈયા, લાભુભાઈ સરવૈયા તથા પ્રેમીબેન લાભુભાઈ સરવૈયા રહે. બધાં બગથળા ગામ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ બકરીનું બચ્ચું તેમની બાજુમાં રહેતા તેમના કાકાજી સસરા લાભુભાઈની વાડીમાં જતુ રહેતા જે બાબતે આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી ફરીયાદીને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.