હળવદના સુંદરગઢ ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં રાજુભાઇ રણછોડભાઈ દલવાડીની વાડીએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં રાજુભાઇ રણછોડભાઈ દલવાડીની વાડીએ રહેતા અને ખેત મજુરી કરતા શંકરભાઈ પોતીયાભાઈ જમોરા (ઉ.વ.૩૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ કાળા કલરનુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -એમ.પી.-૬૯-ઝેડ.બી-૮૯૯૨ જેની કિંમત રૂપિયા ૩૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.