મોરબી PGVCL કચેરીના ખુલ્લા ગ્રાઉન્ડમાં વીજ ટ્રાન્સફોર્મરમાથી ઓઇલ ચોરીનો પ્રયાસ
મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ વિભાગીય કચેરી ૦૧ પી.જી.વી.સી. એલ. ઓફિસના ખૂલ્લા ગ્રાઉન્ડમાં રાખેલ ૪૪ વીજ ટ્રાન્સફોર્મરમાથી આરોપીએ ચોરી કરવાના ઈરાદાથીવીજ ટ્રાન્સફોર્મરમાથી ૪૧૦ લીટર જેટલું ઓઈલ ઢોળી કિં રૂ. ૫૩,૦૦૦ નું નુકસાન કર્યું હોવાની સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીની અવની ચોકડી પાસે મીલાપનગરમા રહેતા અને પી.જી.વી.એલ. કચેરીમાં નોકરી કરતા ભાવેશકુમાર રામજીભાઈ કુંડારીયા (ઉ.વ.૪૧) એ આરોપી વલ્લભભાઈ સવસીભાઈ કુંઢીયા (ઉ.વ.૪૦) રહે. ભીમસર ત્રણ માળિયા વેજીટેબલ રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ વિભાગીય કચેરી -૦૧ પી.જી.વી.સી.એલ. ઓફિસમાં ફરીયાદી નોકરી કરતા હોય અને તેઓની ઓફિસના ખુલ્લા ગ્રાઉન્ડમા રાખવામા આવેલ ૪૪ વીજ ટ્રાન્સફોર્મરમાંથી આરોપીએ મેટલ પાર્ટ તથા પીતળના નટ બોલ્ડ ખોલી ચોરી કરવાના ઇરાદે એક જગાએ ભેગા કરી તેમજ વીજ ટ્રાન્સફોર્મરમાથી ૪૧૦ લીટર જેટલુ ઓઇલ ઢોળી કિ.રૂ. ૫૩,૦૦૦/- નુ નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.