માળીયા મીયાણા તાલુકાના નવાગામની સીમમાં આવેલ કૂવામાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણામા કોળીવાસમા રહેતા ગોવિંદભાઈ અરજણભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) નામનો યુવક માળિયા તાલુકાના નવાગામ સીમમાં આવેલ કૂવામાં કોઈ કારણસર પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.








