Monday, November 17, 2025

હળવદ થી શિવપુર તરફ જતા રોડ પર કારે હડફેટે લેતા બાઈક સવારનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ થી શીવપુર તરફ જતા રોડ ઉપર સ્કોર્પિયો કાર બાઈકને હડફેટે લેતા બાઈક સવારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી આ બનાવમાં આરોપી સ્કોર્પિયો કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા અને મજુરી કામ કરતા કિશન રમેશભાઈ દંતેસરીયા (ઉ.વ.૨૭) એ આરોપી સ્કોર્પિયો કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-ટી-૧૪૭૭ ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળી સફેદ કલરની સ્કોર્પીયો કાર રજી નંબર-જી-જે-૩૬-ટી-૧૪૭૭ વાળી શીવપુરથી ચેપાકુવા તરફ આવતા રોડ ઉપર પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી લાવી ચેપાકુવા તરફથી મોટરસાયકલ નંબર-જીજે-૩૬ -એચ-૯૧૧૬ વાળુ લઇને આવતા ફરીયાદીના ભાઇ મેહુલભાઇ રમેશભાઇ દંતેસરીયા ના મોટરસાયકલને હડફેટે લઇ એકસીડન્ટ કરી માથામા તથા પગમા ગંભીર પ્રકારની ઇજા પહોચાડી મેહુલભાઇનુ ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજતાં મૃતકના ભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ-૨૮૧, ૧૦૬(૧) તથા એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર