મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 20 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ સર્કિટ હાઉસની સામે મફતિયાપરામાં રહેતા આરોપીના કબજા ભોગવટવાળા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 20 બોટલ જેની કિંમત રૂપિયા 5500 ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં સામા કાંઠે આવેલ સર્કિટ હાઉસ ની સામે મફતિયાપરામાં રહેતા આરોપી દિનેશભાઈ સોમાભાઈ પુરબીયા (ઉ.વ ૩૭) એ પોતાના કબ્જા ભોગવટવાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-20 કિંમત રૂપિયા 5500 ના મુદ્દામાલ સાથે આરોપીને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા તળે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.